Tuesday, January 8, 2019

જાણો ભારતમાં આવેલા પાકિસ્તાન વિશે...



 એક એવુ પાકિસ્તાન કે જ્યાં ત્રિરંગો લહેરાય છે.....

આજે આપણે જાણીશુ ભારતમાં આવેલા પાકિસ્તાન વિશે, તમને જાણીને આશ્ચર્ય થશે કે, આ પાકિસ્તાનમાં એક પણ મુસ્લિમ સમુદાયના લોકો નથી રહેતા... તો શા માટે આ જગ્યાને પાકિસ્તાન કહેવામાં આવે છે? તો ચાલો જાણીએ...

ઇ.સ. 1947માં દેશ આઝાદ થયો તે સમયે બિહારના પુર્ણીયા જિલ્લામાં આવેલુ એક નાનકડુ ગામ એટલે ભારતમાં આવેલુ પાકિસ્તાન, તે સમયે ત્યાં રહેતા મુસ્લિમ લોકોની યાદમાં આ ગામનું નામ "પાકિસ્તાન" રાખવામાં આવ્યું હતું, જેને પૂર્વ પાકિસ્તાન પણ કહેવામાં આવે છે.

દેશના ભાગલા તો પડી ગયા પરંતુ દેશમાં પાકિસ્તાન આવી રીતે પોતાનું નામ છોડીને ગયુ. પુર્ણીયા પુર્વ પાકિસ્તાનની નજીક આવેલુ એક ગામ છે અને તે કારણે વિભાજન થતા સમયે ઘણા મુસ્લિમો કે જેઓ પાકિસ્તાનમાં સ્થળાંતર કરવા જતા રહ્યા હતા તેમની યાદમાં આ ગામનું નામ પાકિસ્તાન રાખવામાં આવ્યુ. અને બીજી એક લોકવાયકા મુજબ 1971માં ભારત પાકિસ્તાનના યુદ્ધ સમયે પાકિસ્તાનથી લોકોનું એક ટોળુ આ ગામમાં આવ્યુ અને પોતાના ટોળાનું નામ પાકિસ્તાન રાખ્યુ ત્યાર બાદ યુદ્ધ શાંત થયુ અને આ ટોળુ બાંગ્લાદેશમાં જઇને વસી ગયુ પરંતુ ત્યાર બાદ આ જગ્યાનું નામ પાકિસ્તાન પડી ગયું.
સૌ.ગુગલ મેપ


પાકિસ્તાન અને ભારત વચ્ચેના સંબંધો વિશે આજે કોણ નથી જાણતું સાથે જ ભારત અને પાકિસ્તાનનો ઇતિહાસ પણ લોકો સામે સ્પષ્ટ છે. 1947માં ભાગલા થયા બાદ બંન્ને રાષ્ટ્રો વચ્ચે અનેકો યુદ્ધ લડાયા અને આજે પણ કંઇક આવો જ હાલ છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર તેઓ બંને દેશો વચ્ચે "શાંતિ અને ભાઈચારો" ફેલાવવા માગે છે. બે રાષ્ટ્રો વચ્ચેના આવા સંબંધોથી તેઓ ઘણી નારાજગી દાખવે છે. આ સમુદાયના લોકો રામ ભગવાનની પુજા કરે છે. ઇન્ટરનેટના આ યુગમાં પણ તેઓ દરેક પ્રકારની સવલતોથી દુર છે. ત્યાના લોકોને જ્યારે પુછવામાં આવે કે તેમને કોઇ તેમના ગામનું નામ પુછે તો તેમને કેવુ લાગે છે. આવા સવાલ પર તેઓનો જવાબ હોય છે કે, તેઓના ગામનું નામ ભલે પાકિસ્તાન હોય પરંતુ તેઓ દિલથી હિન્દુસ્તાની છે.

સૌ. જાગરણ ન્યૂઝ


એક રિપોર્ટ અનુસાર 1947માં ભાગલા પડ્યા બાદ આ ગામમાં કોઈ પણ મુસ્લિમ સમુદાયના લોકો નિવાસ કરતા નથી, આ ગામના રહેવાસીઓ હિન્દુઓ છે. સંતાલ આદિજાતીની પ્રજાતિ કે જે ભારતના સૌથી મોટા આદિજાતિ જૂથમાં સમાવવામાં આવે છે આ સમુદાયના લોકો આ ગામમાં વસે છે. આ ગામમાં હાલમાં ખૂબ ગરીબી છે દરેક પ્રકારની આંતરમાળખાકીય સેવાઓથી આ ગામ વંચિત છે. આ ગામમાં રસ્તાઓ, શાળાઓ અને હોસ્પિટલો સહિતની મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. આ સમગ્ર જિલ્લાનો સાક્ષરતા દર 35.51 ટકા છે.

આ ગામ વિશે એક નવી બાબત તો એ છે કે, નામકરણના આ રાજકારણમાં આ ગામનું નામ બદલવાનો કોઈ સરકાર પ્રયાસ નથી કરતી. આ ગામનું નામ સરકારી દસ્તાવેજોમાં "પાકિસ્તાન" તરીકે સત્તાવાર રીતે રેકોર્ડ કરવામાં આવેલું છે.

જો કોઇ દિવસ બિહાર જાઓ તો આ પાકિસ્તાનની મુુલાકાત અચુક લેજો...
 સૌ. યુ.ટયુબ

1 comment:

  1. આવી જ રીતે સુરત શહેરમાં પણ ક્યાંય પાકિસ્તાન મહોલ્લો આવેલો છે. મારા હાથમાં આવેલી લગ્નની કંકોત્રીમાં વાંચ્યું હતું..Btw nice article

    ReplyDelete

લવ આજ કલ, પ્રેમ નહી પરંતુ શારિરીક આકર્ષણ

સુપ્રીમ કોર્ટનો એક અવિશ્વસનીય ચૂકાદો આવ્યો છે, જે મુજબ કોર્ટે જણાવ્યું કે લીવઇન રિલેશન શિપમાં રહેતા લોકોની મરજીથી જો બે લોકો વચ્ચે સંબંધ...