Friday, August 23, 2019

લવ આજ કલ, પ્રેમ નહી પરંતુ શારિરીક આકર્ષણ


સુપ્રીમ કોર્ટનો એક અવિશ્વસનીય ચૂકાદો આવ્યો છે, જે મુજબ કોર્ટે જણાવ્યું કે લીવઇન રિલેશન શિપમાં રહેતા લોકોની મરજીથી જો બે લોકો વચ્ચે સંબંધ બંધાય છે તો તેને રેપ ગણી શકાય નહી. મને મનમાં પ્રશ્ન થયો કે કોર્ટ દ્વારા આ ચૂકાદો આપવાની જરુરત જ કેમ પડે...કારણ કે જ્યારે બે લોકો એક બીજાના પ્રેમમાં હોય છે ત્યારે તેઓ એકબીજાને પોતાનું સર્વસ્વ માને છે. અને લીવ ઇન રીલેશનશીપ એટલે કે જ્યારે બે લોકો એકબીજાની સંમંતિથી કોઇ પણ પ્રકારના બંધનમાં બંધાયા વગર સાથે રહે ભારતીય સંસ્કૃતિ મુજબ લગ્ન કર્યા વગર સાથે રહેવું એટલે લીવ ઇન રિલેશન...આજે કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચૂકાદા મૂજબ જો વાત કરવામાં આવે તો મરજીથી બંઘાયેલા સંબંધને રેપ ના કહી શકાય હા, કેવી રીતે કહી શકાય...ના કહી શકાય અને જો તમે એકબીજાની સાથે રહેવાનું નકકી જ કર્યુ છે તો પછી તેમાં તમારા બંન્નેની સહમતી છે..આવા શિક્ષત સમાજના યંગસ્ટર્સને સમજાવવા માટે ભારતમાં કોર્ટે ચૂકાદો આપવો પડ્યો..


પ્રેમને દોરીના બે છેડા સમાન છે જેને તમે એક બાજુથી નહી પણ બંન્ને બાજુથી સરખી રીતે ખેંચીને રાખવો પડે છે, એક તરફથી પણ દોરી ઢીલી થાય તો સંબંધમાં પણ દોરીની જેમ બેલન્સ બગડી જાય છે. આજના સમયમાં પ્રેમ એટલે સહવાસ કરવો, ફરવા જવુ, દિવસમાં 10 વાર I love u કહેવું,ચુંબન, આલિંગન, બાબુ, સોના અને બીજું પણ આ કેટેગરીમાં આવે તે બધુ...આ પ્રેમ નહી પરંતુ શારિરીક આકર્ષણ છે. તમને લાગે છે કે પ્રેમની કોઇ વ્યાખ્યા હોવી જોઇએ...પ્રેમ જેટલો મનમોહક વિષય છે તેટલો જ અઘરો પણ છે.


પ્રેમ વ્યક્ત કરી શકાય તેવી લાગણી નહી પરંતુ પ્રેમને અનુભવવો પડે છે. પ્રેમ કોઇના શરીરને નહી પણ આત્માને થાય છે, વ્યકિતની ખુબીને નહી પણ તેની ખામીને પ્રેમ કરો કંઇક અલગ જ અનુભુતિ છે...વ્યકિતની બાહ્ય સુંદરતા નહી પણ તેની અંદર જોવો અને તેને પ્રેમ કરો..જીવનમાં પ્રેમ કરનાર તો અનેક મળે છે પરંતુ આપણી લાગણીને સમજનાર ખામીનો સ્વીકાર કરનાર એક જ હોય છે.


દરેક વ્યકિતનું બ્લડ ગ્રુપ અલગ અલગ હોય છે પરંતુ પ્રેમનું કોઇ બ્લડ ગ્રુપ નથી હોતુ તે નાત જાત અને દરેક બંધનથી પરે હોય છે. "માણસ જેમા પડે તો પડીને ઉપર ઉઠે તે પ્રેમ."આપણે કહીએ છે કે આના પ્રેમમાં પડ્યો કે એના અરે મિત્ર પ્રેમમાં પડાય નહી પ્રેમમાં તો ઉભા થવાય. પ્રેમમાં તો માણસ ઉચો આવે, નીચે ના પડે. પ્રેમનો કોઇ કાળ નથી હોતો તો શા માટે પ્રેમ ભુતકાળ થઇ જાય છે. સાચો "પ્રેમ" હતો નથી પરંતુ કાયમ રહે છે. પ્રેમ હીચકી બનીને હેરાન ના કરવો જોઇએ પ્રેમ તો તરસવો જોઇએ, વરસવો જોઇએ, મહેકવો જોઇએ અને પ્રેમ જીવવો જોઇએ તેને જીવાડવો માણસના હાથની વાત છે. પ્રેમ શું છે તે એને પુછો જેમાં એક પાત્ર પ્રેમમાં પાગલ તો બીજો તેના પ્રેમને સમજતો નથી..તે છતા આના કારણે તમારા પ્રેમમાં ફરકના પડવો જોઇએ તે તમને ચાહે કે ન ચાહે તમારી તેના પ્રત્યેની ચાહનામાં ફરક ના આવવો જોઇએ.... જો કે આ મારા વિચાર છે બાકી પ્રેમની કોઇ વ્યાખ્યા નથી આ કોઇ સંબંધ નથી આ એક અનુભુતિ છે એક સુંદર અહેસાસ જેને પામવા કરતા તેના સુધી પહોંચવાની મજા જ કંઇક ઔર છે " सफर खुबसुरत है मजिल से भी " બસ એવુ જ કંઇક ...


બાકી પ્રેમની વ્યાખ્યા તો મોઢે મોઢે બદલાય છે જેમકે.. રાધા નો પ્રેમ એ ઉત્કટ પ્રેમ હતો, ભોળો ,રમતિયાળ , રીસામણા ,મનામણા વાળો...તો મીરાં ના પ્રેમ માં દિવાનગી હતી ,પાગલપન હતું ,એ unconditional પ્રેમ હતો…રુક્મણીનો પ્રેમ એ તેમની પત્ની તરીકે નો પ્રેમ હતો  તેઓ ક્રિષ્નાના પટરાણી હતાં…એમના પ્રેમ માં ક્યારેક રાધાથી ઇર્ષા , તો ક્યારેક સમજ્દારી , ક્યરેક લાગણીઓની ભરતી , તો ક્યારેક ઓટ…બધુ જ હતું…

હાં, મારી શરુઆત થોડી કોર્ટ કેસથી થઇ હતી પરંતુ શું આ યોગ્ય છે કે કોર્ટ આવા ચુકાદા આપે, તમારા સાથીના પ્રેમને સમજો તેનો ફક્ત ઉપયોગ કરશો તો તે એક લોકો માટે રેપ કેસ, પ્રેમમાં દગો, આત્મહત્યા આવી બીજી કેટલીક બાબતો બનીને રહી જશે.  

લવ આજ કલ, પ્રેમ નહી પરંતુ શારિરીક આકર્ષણ

સુપ્રીમ કોર્ટનો એક અવિશ્વસનીય ચૂકાદો આવ્યો છે, જે મુજબ કોર્ટે જણાવ્યું કે લીવઇન રિલેશન શિપમાં રહેતા લોકોની મરજીથી જો બે લોકો વચ્ચે સંબંધ...