Friday, August 23, 2019

લવ આજ કલ, પ્રેમ નહી પરંતુ શારિરીક આકર્ષણ


સુપ્રીમ કોર્ટનો એક અવિશ્વસનીય ચૂકાદો આવ્યો છે, જે મુજબ કોર્ટે જણાવ્યું કે લીવઇન રિલેશન શિપમાં રહેતા લોકોની મરજીથી જો બે લોકો વચ્ચે સંબંધ બંધાય છે તો તેને રેપ ગણી શકાય નહી. મને મનમાં પ્રશ્ન થયો કે કોર્ટ દ્વારા આ ચૂકાદો આપવાની જરુરત જ કેમ પડે...કારણ કે જ્યારે બે લોકો એક બીજાના પ્રેમમાં હોય છે ત્યારે તેઓ એકબીજાને પોતાનું સર્વસ્વ માને છે. અને લીવ ઇન રીલેશનશીપ એટલે કે જ્યારે બે લોકો એકબીજાની સંમંતિથી કોઇ પણ પ્રકારના બંધનમાં બંધાયા વગર સાથે રહે ભારતીય સંસ્કૃતિ મુજબ લગ્ન કર્યા વગર સાથે રહેવું એટલે લીવ ઇન રિલેશન...આજે કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચૂકાદા મૂજબ જો વાત કરવામાં આવે તો મરજીથી બંઘાયેલા સંબંધને રેપ ના કહી શકાય હા, કેવી રીતે કહી શકાય...ના કહી શકાય અને જો તમે એકબીજાની સાથે રહેવાનું નકકી જ કર્યુ છે તો પછી તેમાં તમારા બંન્નેની સહમતી છે..આવા શિક્ષત સમાજના યંગસ્ટર્સને સમજાવવા માટે ભારતમાં કોર્ટે ચૂકાદો આપવો પડ્યો..


પ્રેમને દોરીના બે છેડા સમાન છે જેને તમે એક બાજુથી નહી પણ બંન્ને બાજુથી સરખી રીતે ખેંચીને રાખવો પડે છે, એક તરફથી પણ દોરી ઢીલી થાય તો સંબંધમાં પણ દોરીની જેમ બેલન્સ બગડી જાય છે. આજના સમયમાં પ્રેમ એટલે સહવાસ કરવો, ફરવા જવુ, દિવસમાં 10 વાર I love u કહેવું,ચુંબન, આલિંગન, બાબુ, સોના અને બીજું પણ આ કેટેગરીમાં આવે તે બધુ...આ પ્રેમ નહી પરંતુ શારિરીક આકર્ષણ છે. તમને લાગે છે કે પ્રેમની કોઇ વ્યાખ્યા હોવી જોઇએ...પ્રેમ જેટલો મનમોહક વિષય છે તેટલો જ અઘરો પણ છે.


પ્રેમ વ્યક્ત કરી શકાય તેવી લાગણી નહી પરંતુ પ્રેમને અનુભવવો પડે છે. પ્રેમ કોઇના શરીરને નહી પણ આત્માને થાય છે, વ્યકિતની ખુબીને નહી પણ તેની ખામીને પ્રેમ કરો કંઇક અલગ જ અનુભુતિ છે...વ્યકિતની બાહ્ય સુંદરતા નહી પણ તેની અંદર જોવો અને તેને પ્રેમ કરો..જીવનમાં પ્રેમ કરનાર તો અનેક મળે છે પરંતુ આપણી લાગણીને સમજનાર ખામીનો સ્વીકાર કરનાર એક જ હોય છે.


દરેક વ્યકિતનું બ્લડ ગ્રુપ અલગ અલગ હોય છે પરંતુ પ્રેમનું કોઇ બ્લડ ગ્રુપ નથી હોતુ તે નાત જાત અને દરેક બંધનથી પરે હોય છે. "માણસ જેમા પડે તો પડીને ઉપર ઉઠે તે પ્રેમ."આપણે કહીએ છે કે આના પ્રેમમાં પડ્યો કે એના અરે મિત્ર પ્રેમમાં પડાય નહી પ્રેમમાં તો ઉભા થવાય. પ્રેમમાં તો માણસ ઉચો આવે, નીચે ના પડે. પ્રેમનો કોઇ કાળ નથી હોતો તો શા માટે પ્રેમ ભુતકાળ થઇ જાય છે. સાચો "પ્રેમ" હતો નથી પરંતુ કાયમ રહે છે. પ્રેમ હીચકી બનીને હેરાન ના કરવો જોઇએ પ્રેમ તો તરસવો જોઇએ, વરસવો જોઇએ, મહેકવો જોઇએ અને પ્રેમ જીવવો જોઇએ તેને જીવાડવો માણસના હાથની વાત છે. પ્રેમ શું છે તે એને પુછો જેમાં એક પાત્ર પ્રેમમાં પાગલ તો બીજો તેના પ્રેમને સમજતો નથી..તે છતા આના કારણે તમારા પ્રેમમાં ફરકના પડવો જોઇએ તે તમને ચાહે કે ન ચાહે તમારી તેના પ્રત્યેની ચાહનામાં ફરક ના આવવો જોઇએ.... જો કે આ મારા વિચાર છે બાકી પ્રેમની કોઇ વ્યાખ્યા નથી આ કોઇ સંબંધ નથી આ એક અનુભુતિ છે એક સુંદર અહેસાસ જેને પામવા કરતા તેના સુધી પહોંચવાની મજા જ કંઇક ઔર છે " सफर खुबसुरत है मजिल से भी " બસ એવુ જ કંઇક ...


બાકી પ્રેમની વ્યાખ્યા તો મોઢે મોઢે બદલાય છે જેમકે.. રાધા નો પ્રેમ એ ઉત્કટ પ્રેમ હતો, ભોળો ,રમતિયાળ , રીસામણા ,મનામણા વાળો...તો મીરાં ના પ્રેમ માં દિવાનગી હતી ,પાગલપન હતું ,એ unconditional પ્રેમ હતો…રુક્મણીનો પ્રેમ એ તેમની પત્ની તરીકે નો પ્રેમ હતો  તેઓ ક્રિષ્નાના પટરાણી હતાં…એમના પ્રેમ માં ક્યારેક રાધાથી ઇર્ષા , તો ક્યારેક સમજ્દારી , ક્યરેક લાગણીઓની ભરતી , તો ક્યારેક ઓટ…બધુ જ હતું…

હાં, મારી શરુઆત થોડી કોર્ટ કેસથી થઇ હતી પરંતુ શું આ યોગ્ય છે કે કોર્ટ આવા ચુકાદા આપે, તમારા સાથીના પ્રેમને સમજો તેનો ફક્ત ઉપયોગ કરશો તો તે એક લોકો માટે રેપ કેસ, પ્રેમમાં દગો, આત્મહત્યા આવી બીજી કેટલીક બાબતો બનીને રહી જશે.  

Sunday, March 17, 2019

શું તમને ખ્યાલ છે કે હોળી શા માટે ઉજવવામાં આવે છે ?..


ફાગણ મહિનો આવતા જ વાતાવરણ જાણે કે રંગીન બની જાય છે. અરે મિત્રો ફાગણીયો તેની સાથે હોળી લઇને આવે છે તો વાતાવરણ રંગીન થઇ જ જાય ને... ફાગણમાં ફાગણ પૂર્ણિમાના દિવસે હોળી ઉજવવામાં આવે છે. આ તહેવારના દિવસે ગરીબ, મધ્યમ, શ્રીમંતો દરેક લોકો એક જ રંગમાં રંગાયેલા હોય છે. અરે હોળીમાં તો દુશ્મનોને પણ રંગ લગાવીને ગળે મળી લેવું જોઇએ.

દુ:ખ અને નિરાશા દૂર કરીને જીવનમાં રંગો ભરનાર આ તહેવાર સદભાવના, મિત્રતા અને એકતાનો સંદેશો આપે છે. ફાગણ સુદ આઠમથી પૂર્ણિમા સુધી હોળાષ્ટક મનાવવાં આવે છે, તેની સાથે હોળીના પર્વની શરૂઆત થાય છે. વૈદિક કાળમાં આ તહેવારને નવાન્નેષ્ટી તરીકે ઓળખવામાં આવતો હતો. હોળીના દિવસે હોળા તરીકે ઓળખાતા કાચાપાકા અનાજને યજ્ઞમાં હોમીને પ્રસાદ ગ્રહણ કરવાનો રીવાજ છે. યજ્ઞમાં હોળાનું દહન કરવામાં આવે છે તેના પરથી આ તહેવાર હોળી તરીકે ઓળખાવવા લાગ્યો.

દર વર્ષે હોળી ઉજવો છો પરંતુ શું તમને ખ્યાલ છે કે શા માટે આ તહેવાર ઉજવવામાં આવે છે તો ચાલો થોડુ ભારતીય સંસ્કૃતિમાં જઇને જોઇએ કે શું છે તથ્યો..જાણવુ જ જોઇયેને યાર ભારતીય છો,.."સમયની સાથે આગળ વધો પરંતુ સંસ્કૃતિ અને સંસ્કારના ભુલો"..


આવો જાણીએ આ તહેવારને લઈને કેટલીક કથાઓ વિશે.

1. તમે ભક્ત પ્રહલાદની કથા તો સાંભળી જ હશે, આપણે સ્કુલમાં ભણવા જતા ત્યારથી આપણે હોળી સાથે સંકળાયેલી એક જ કથા સાંભળી છે. "ભક્ત પ્રહલાદ" ની કથા. હિરણ્યકશ્યપની બેન હોળિકાને અગ્નિમાં ન બળવાનું વરદાન મળ્યું હતું. તેણે પોતાના ભાઇના કહેવાથી ભગવાન વિષ્ણુના ભક્ત પ્રહલાદને અગ્નિમાં સળગાવી રાખ કરવાના પ્રયાસ કર્યો.  પરંતુ તેનુ પાસુ તેની પર ઉલ્યુ પડ્યુ અને હોળિકા તો બળી ગઈ પરંતુ પ્રહલાદ બચી ગયા. ત્યારથી આ તહેવારને ઉજવવાની પ્રથા શરૂ થઈ. હવે આ તો થઇ ભક્ત પ્રહલાદની વાત પરંતુ શુ તમે જાણો છો આ સિવાય પણ ઘણા બઘા તથ્યો હોળી સાથે સંબંધ ધરાવે છે.






2. ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલાઓ કોણ નથી જાણતુ, એક કથા અનુસાર કૃષ્ણના મામા કંસે ભગવાન શ્રીકૃષણના વધ માટે રાક્ષસી પૂતનાને મોકલી હતી. ત્યારે બાળ કૃષ્ણએ દૂધપાન કરતી રાક્ષસી પૂતનાના પ્રાણ લઈ લીધા હતા. આ પ્રસંગની યાદમાં મથુરાવાસીઓ રાક્ષસી પૂતનાનો પૂતળુ બનાવીને સળગાવવા લાગ્યા. ત્યારેથી આ તહેવાર ઉજવવાની પરંપરા શરૂ થઈ ગઈ. આ ખુશીમાં લોકો એક બીજાને રંગથી રંગવા લાગ્યા અને આ દિવસ હોળીના તહેવાર તરીકે ઓળખાયો.




3. હોળી સાથે જોડાયેલી એક માન્યતા એવી પણ છે જેમાં ભગવાન શ્રીકૃષ્ણ તેમની માતાને પુછે છે કે "રાધા ક્યૂ ગોરી મે ક્યૂં કાલા". ત્યારે માતા યશોદા કહે છે કે, તૂ રાધાને તારા ગમતા રંગમાં રંગી દે... બસ ત્યાર પછી રાધા અને કૃષ્ણના નિસ્વાર્થ પ્રેમની હોળીની શરુઆત થઇ ..અને આ રીતે રંગોનો તહેવાર હોળી શરુ થયો.



4. શિવપુરાણ મુજબ હિમાલયની પુત્રી પાર્વતી, ભગવાન શિવથી લગ્ન માટે કઠોર તપ કરી રહી હતી. શિવ પણ તપસ્યામાં મગ્ન હતા, અને તાડકાસુરનો વધ- શિવ-પાર્વતીના પુત્ર દ્વારા થવાનું હતું. આ કારણે ઈંદ્ર દેવે કામદેવને ભગવાન શિવની તપસ્યા ભંગ કરવા મોકલ્યા,  તપસ્યા ભંગ થવાથી ભગવાન શિવ ક્રોધિત થઈ ગયા અને કામદેવન તેમના ગુસ્સામાં ભસ્મ કરી નાખ્યા. ભગવાન શિવની તપસ્યા ભંગ થયા પછી દેવતાઓએ તેમને પાર્વતીથી લગ્ન કરવા માટે રાજી કરી લીધા. આ કથા મુજબ હોળીમાં કામ ભાવનાને પ્રતીકાત્મક રૂપથી પ્રગટાવીને સાચા પ્રેમનો ઉત્સવ ઉજવવાની શરુઆત થઇ છે.






તો ચાલો તમે પણ તૈયાર થઇ જાઓ પ્રેમ, ઉત્સાહ, ઉમંગ દરેક લાગણીના રંગમાં રંગાવા....#Happy Holi

Friday, March 1, 2019

મેં શાયર તો નહી..



નવા શહેરમાં
મારુ ઘર શોઘુ છું,
અજાણ્યા લોકોમાં કોક
પોતાનું શોધુ છું,
આંખે પાટા જેને
ત્યા ન્યાય શોધુ છું,
લોકોને ઉંચુ બોલુ તો પણ સંભળાતુ નથી
તેમને સંભળાવવા માટે યોગ્ય શબ્દો શોધુ છું,,,
સંભળાવવા શબ્દો હોય તો જણાવવા વિનંતી
હૈદરાબાદ ડાયરીમાંથી....

===================================


જીંદગી એક મુંઝવણ થઇ ગઇ છે,
જીંદગી એક મુંઝવણ થઇ ગઇ છે,
સમયની સાથે મને સમજણ થઇ ગઇ છે,
સમયની સાથે મને સમજણ થઇ ગઇ છે,
હાથની રેખાઓ જોઇ ગુંચવણ થઇ ગઇ છે,
હાથની રેખાઓ જોઇ ગુંચવણ થઇ ગઇ છે,
અને,,,
ફરી એક વાર જીંંદગી એક મુંઝવણ થઇ ગઇ છે...

=======================================

વાયદો કરે જો તુ જીંદગી ભર સાથ નિભાવવાનો તો મોતથી પણ લડી લઉ..
સાથ નહી પણ ફક્ત સપનામાં રહેવા માંગે તો હંમેશા માટે સુઇ લઉ..

========================================

દારુની શું જરુર તું ઉતરે,,,

તો કોઇ બીજો નશો થાય ને...

==========================================

પ્યાર મેં મોત સે ડરતા કૌન હૈ,
યે તો હો જાતા હૈ કરતા કૌન હૈ,

========================================

 


Sunday, February 10, 2019

પ્રેમ એટલે શુ ?




રાધા ન કરી શકી એ કરી બતાવીશ

મારા કાન્હાની રુક્મણી બની બતાવીશ

  • નિકીતા



====================

કી અબકી ઇશ્ક હુઆ તો ઐસા,,,

કી..

બાકી સારે ઇશ્ક બેકાર લગને લગે..

=====================================






Sunday, January 27, 2019

શું લગ્ન એક અનામત આંદોલનનો ભાગ છે?

#Media: બેગાની શાદીમેં અબ્દુલ્લા દીવાના


આ ફક્ત કહેવત નથી પરંતુ આ કહેવતને આપણુ ગુજરાતી મિડીયા સાર્થક કરી રહ્યુ છે. લગ્નના ધમધમતા માહોલમાં આજે આપણા PAASનાં નેતા હાર્દિક પટેલ લગ્ન કરવા જઇ રહ્યા છે. તો આપણું ગુજરાતી મિડીયા તેના લગ્નમાં વિડીયોગ્રાફર બનીને પહોંચી ગયા છે.

જો કે કોઇની પર્સનલ લાઇફમાં દખલગીરી કરવાનો અધિકાર કોઇને નથી. તો મિડીયા શા માટે હાર્દિકને બીગ કવરેજ આપીને હાર્દિકમાંથી હીરો બનાવવાની પાછળ લાગી રહી છે.

સૌ.News18Telugu




આપણે જાણીએ છે તે મુજબ પોતાના સમાજ માટે અનામત આંદોલન માગીને રાજનીતિમાં ઝંપલાવનાર હાર્દિક પટેલ આજે યુવાનો માટે એક સ્ટાર છે. સરકાર પાસેથી હાર્દિકની જે અપેક્ષાઓ છે તે સરકાર પુરી નથી કરી રહી માટે સરકારી મિલકતને નુકશાન કરી હાર્દિકે લોકોમાં અનામતની આગ લગાવી છે.

જો કે સરકારે 10 ટકા સવર્ણોને અનામત આ વાત નક્કી કર્યા બાદ હાર્દિકે ટ્વીટ પણ કર્યુ હતુ કે આજ વાત તેઓ 2 વર્ષથી સરકારને સમજાવી રહ્યા હતા.

લોક માગણી માટે સરકાર સામે બાંયો ચઢાવનાર હાર્દિક લગ્ન કરે તો પણ સામાજીક કામ છે તો એને આટલું કવરેજ આપવુ પડે. તેના લગ્ન લોક હિતાર્થે થઈ રહ્યા હોય તેવો માહોલ છે.

સૌ.ધ ઇન્ડિયન એક્સપ્રેસ



તેની માગણી 21મી સદી તરફ નહિ પણ ભૂતકાળ તરફ લઈ જઈ રહી છે, અનામતની માગણી કરીને જાતિ વાદના વાડા ઉભા કરી રહ્યો છે. ફક્ત એક સમાજને લઇ આગળ વધવું તે અનામત નહી પરંતુ કોમવાદ ઉભો કરવા જેવુ છે. અને હવે હાર્દિક પટેલના લગ્નમાં તેના એક એક ફેરાથી લઇને જમણવાર સુધીનું કવરેજ મીડિયા કરી રહ્યુ છે.

આજના દિવસે ગુજરાતમાં બીજા પણ ઘણા મહત્વના મુદ્દાઓ છે જેને ઉઠાવવાની અને લોકો સમક્ષ લાવવાની જરુરીયાત છે. પરંતુ મીડિયા જગત કે જે જનતા માટે કામ કરે છે તેની આવી કામગીરીથી એક પત્રકાર તરીકે હું નારાજગી દાખવુ છુ.

સૌ.ધ ઇન્ડિયન એક્સપ્રેસ


જો કે, આ તો ફક્ત મારો વિચાર હતો બાકી આજકાલ લોકો સ્વતંત્રતાનો હક્કને વધારે જ મહત્વ આપી રહી છે.

એક પુરુષની સફળતા પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, હવે જોઇએ હાર્દિકની જીંદગીમાં આવી કિંજલ અનામત અપાવી શકે છે કે નહી???

Saturday, January 26, 2019

ભારતીય સંસ્કૃતિ અને તેની પાછળનું વિજ્ઞાન



ભારતીય સંસ્કૃતિ વિવિધતાઓથી ભરેલી છે. સંસ્કૃતિ, સંસ્કાર અને ભારતીય સંસ્કૃતિનો પ્રાણ છે. તમને જાણીને અચરજ થશે કે આપણી રોજબરોજની ક્રિયાઓ કે જે સામાન્ય રીતે આપણા જીવનમાં સંકળાયેલી છે, તે દરેક બાબતોમાં વિજ્ઞાન સંકળાયેલુ છે. તો ચાલો જાણીએ આવી બાબતો પાછળનું કારણ.....




કોઇ દિવસ મનમાં પ્રશ્ન થયો કે નદીમાં સિક્કો નાખવાથી શું ફાયદો થાય? ચર્ચમાં શુઝ પહેરીને જઇ શકાય તો મંદિરમાં શા માટે નહી ? શા માટે ભારતીય સ્ત્રીઓ નાક વિંધાવે છે ? તો આવા અવનવા પ્રશ્નોના જવાબ તમને આજે જાણવા મળશે.

આવી હકીકતો જાણવા પહેલા, આપણે આ તથ્યોની શરુઆત કેવી રીતે થઇ તે જાણીએ.

ઋષિઓની સંસ્કૃતિ એવી ભારતીય સંસ્કૃતિમાં ધર્મને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યુ છે. રોજબરોજની ક્રિયાઓને ઋષિઓ દ્વારા ધર્મ સાથે જોડવામાં આવ્યુ અને લોકોને તેનું આચરણ કરવાનું કહેવામાં આવ્યુ અને આવુ કરવાથી લોકોને ફાયદો થયો.

નદીમાં સિક્કો નાખવાથી શું ફાયદો થાય?  
પહેલાના સમયમાં તાંબાના સિક્કા આવતા હતા, તાંબાના લોટામાં પાણી પિવાથી શરીર સ્વસ્થ રહે છે. અને નદીમાં સિક્કા નાખવાથી સંપુર્ણ નદીનુ પાણી ચોખ્ખુ થાય છે. અને આમ સ્વાસ્થ્ય શુદ્ધ રહે છે. 
 



શા માટે ભારતીય સ્ત્રીઓ નાક વિંધાવે છે ? 
નાક વિંધાવવાની વિધિનો સીધો સંબંધ છે સ્ત્રીઓના ગર્ભાશય સાથે. નાકમાં જે જગ્યાએ છિદ્ર પાડવામાં આવે છે ત્યાં બધી જ જ્ઞાનેન્દ્રિયોનો છેડો હોય છે. આ જગ્યા આપણા શરીરને દુખાવા સામે ટકી રહેવાની ક્ષમતા મળે છે અને અંતરબળ મજબૂત કરે છે. નાકનો ડાબો ભાગ સ્ત્રીઓના પ્રજનન તંત્ર સાથે જોડાયેલ હોય છે. આ ભાગમાં છિદ્ર કરવાથી સ્ત્રીઓનું ગર્ભાશય મજબૂત થાય છે અને તેમની પ્રસવ તથા પિરિયડ્સની વેદના ઓછી થઈ જાય છે. 




ચર્ચમાં શુઝ પહેરીને જઇ શકાય તો મંદિરમાં શા માટે નહી ? 
ભારતના દરેક મંદિરમાં બુટ કે ચંપલ બહાર ઉતારીને જવુ પડે છે. આનો સંબંધ સ્વચ્છતા અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે. જો મંદિરમાં ચંપલ પહેરીને જઇએ તો ચંપલ સાથેની ગંદકી મંદિરમાં પ્રવેશે છે. અને તેની સાથે બીમારીઓ હિન્દુઓ ભગવાનને નીચે બેસીને જમીન પર હાથ મુકી પ્રભુ સામે શિષ ઝુકાવતા હોય છે. અને આવી રીતે બીમારીઓને રોકવા માટે ભારતીય સંસ્કૃતિમાં આવા નિયમો બનાવવામાં આવ્યા.





પુનમના દિવસે શા માટે ઉપવાસ કરવામાં આવે છે?
પુનમના દિવસે દરિયામાં ભરતી આવે છે. અને દરિયાનુ પાણી પણ આ દિવસે કુદરતની આ ક્રિયાનો ભોગ બને છે. તો એક માનવી પોતાના પેટમાં પોતાનું ભોજન પણ ના ટકાવી શકે. અને આ માટે જ પુનમના દિવસે ઉપવાસ કરવામાં આવે છે જેથી વ્યકિત વધારે જમે નહી અને તેના શરીરનું સંતુલન જળવાઇ રહે.




પુજા સમયે દીવો શા માટે પ્રગટાવવામાં આવે છે?
ઘરમાં દીપ પ્રાગટ્ય કરવાથી ભગવાન ખુશ થાય છે. આવી એક માન્યતા સાથે દીવો પ્રગટાવવામાં આવે છે. સાથે જ તેનુ એક વૈજ્ઞાનિક તારણ પણ છે. દીવો જો ઘી થી કરવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડ નષ્ટ થાય છે અને જો તેલથી કરવામાં આવે તો હવામાં રહેલા કીટાણુઓ નષ્ટ થાય છે. અને આમ દીવો કરવાથી હવા શુદ્ધ થાય છે.





પલાઠી વાળીને જમવાનો રીવાજ ફક્ત ભારતીયોમાં જ શા માટે?
ભારતીય સંસ્કૃતિ મુજબ સમુહમાં એક સાથે પલાઠી વાળીને બેસવાની એક પરંપરા છે. આનાથી પરિવારમાં સંપ વધે છે આની પાછળનું તારણ કંઇક એવુ છે કે, પલાઠી વાળવી એ એક પ્રકારનું આસન છે. પલાઠી વાળીને જમવા બેસવાથી ખોરાકનું સારી રીતે પાચન થાય છે. સાથે જ શરીરને સ્વસ્થ રાખવામાં અને પાચનક્રિયા સરળ કરવામાં પણ મદદ મળે છે.    
 


   


photo credit: eenaduindia.com 

Tuesday, January 8, 2019

જાણો ભારતમાં આવેલા પાકિસ્તાન વિશે...



 એક એવુ પાકિસ્તાન કે જ્યાં ત્રિરંગો લહેરાય છે.....

આજે આપણે જાણીશુ ભારતમાં આવેલા પાકિસ્તાન વિશે, તમને જાણીને આશ્ચર્ય થશે કે, આ પાકિસ્તાનમાં એક પણ મુસ્લિમ સમુદાયના લોકો નથી રહેતા... તો શા માટે આ જગ્યાને પાકિસ્તાન કહેવામાં આવે છે? તો ચાલો જાણીએ...

ઇ.સ. 1947માં દેશ આઝાદ થયો તે સમયે બિહારના પુર્ણીયા જિલ્લામાં આવેલુ એક નાનકડુ ગામ એટલે ભારતમાં આવેલુ પાકિસ્તાન, તે સમયે ત્યાં રહેતા મુસ્લિમ લોકોની યાદમાં આ ગામનું નામ "પાકિસ્તાન" રાખવામાં આવ્યું હતું, જેને પૂર્વ પાકિસ્તાન પણ કહેવામાં આવે છે.

દેશના ભાગલા તો પડી ગયા પરંતુ દેશમાં પાકિસ્તાન આવી રીતે પોતાનું નામ છોડીને ગયુ. પુર્ણીયા પુર્વ પાકિસ્તાનની નજીક આવેલુ એક ગામ છે અને તે કારણે વિભાજન થતા સમયે ઘણા મુસ્લિમો કે જેઓ પાકિસ્તાનમાં સ્થળાંતર કરવા જતા રહ્યા હતા તેમની યાદમાં આ ગામનું નામ પાકિસ્તાન રાખવામાં આવ્યુ. અને બીજી એક લોકવાયકા મુજબ 1971માં ભારત પાકિસ્તાનના યુદ્ધ સમયે પાકિસ્તાનથી લોકોનું એક ટોળુ આ ગામમાં આવ્યુ અને પોતાના ટોળાનું નામ પાકિસ્તાન રાખ્યુ ત્યાર બાદ યુદ્ધ શાંત થયુ અને આ ટોળુ બાંગ્લાદેશમાં જઇને વસી ગયુ પરંતુ ત્યાર બાદ આ જગ્યાનું નામ પાકિસ્તાન પડી ગયું.
સૌ.ગુગલ મેપ


પાકિસ્તાન અને ભારત વચ્ચેના સંબંધો વિશે આજે કોણ નથી જાણતું સાથે જ ભારત અને પાકિસ્તાનનો ઇતિહાસ પણ લોકો સામે સ્પષ્ટ છે. 1947માં ભાગલા થયા બાદ બંન્ને રાષ્ટ્રો વચ્ચે અનેકો યુદ્ધ લડાયા અને આજે પણ કંઇક આવો જ હાલ છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર તેઓ બંને દેશો વચ્ચે "શાંતિ અને ભાઈચારો" ફેલાવવા માગે છે. બે રાષ્ટ્રો વચ્ચેના આવા સંબંધોથી તેઓ ઘણી નારાજગી દાખવે છે. આ સમુદાયના લોકો રામ ભગવાનની પુજા કરે છે. ઇન્ટરનેટના આ યુગમાં પણ તેઓ દરેક પ્રકારની સવલતોથી દુર છે. ત્યાના લોકોને જ્યારે પુછવામાં આવે કે તેમને કોઇ તેમના ગામનું નામ પુછે તો તેમને કેવુ લાગે છે. આવા સવાલ પર તેઓનો જવાબ હોય છે કે, તેઓના ગામનું નામ ભલે પાકિસ્તાન હોય પરંતુ તેઓ દિલથી હિન્દુસ્તાની છે.

સૌ. જાગરણ ન્યૂઝ


એક રિપોર્ટ અનુસાર 1947માં ભાગલા પડ્યા બાદ આ ગામમાં કોઈ પણ મુસ્લિમ સમુદાયના લોકો નિવાસ કરતા નથી, આ ગામના રહેવાસીઓ હિન્દુઓ છે. સંતાલ આદિજાતીની પ્રજાતિ કે જે ભારતના સૌથી મોટા આદિજાતિ જૂથમાં સમાવવામાં આવે છે આ સમુદાયના લોકો આ ગામમાં વસે છે. આ ગામમાં હાલમાં ખૂબ ગરીબી છે દરેક પ્રકારની આંતરમાળખાકીય સેવાઓથી આ ગામ વંચિત છે. આ ગામમાં રસ્તાઓ, શાળાઓ અને હોસ્પિટલો સહિતની મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. આ સમગ્ર જિલ્લાનો સાક્ષરતા દર 35.51 ટકા છે.

આ ગામ વિશે એક નવી બાબત તો એ છે કે, નામકરણના આ રાજકારણમાં આ ગામનું નામ બદલવાનો કોઈ સરકાર પ્રયાસ નથી કરતી. આ ગામનું નામ સરકારી દસ્તાવેજોમાં "પાકિસ્તાન" તરીકે સત્તાવાર રીતે રેકોર્ડ કરવામાં આવેલું છે.

જો કોઇ દિવસ બિહાર જાઓ તો આ પાકિસ્તાનની મુુલાકાત અચુક લેજો...
 સૌ. યુ.ટયુબ

લવ આજ કલ, પ્રેમ નહી પરંતુ શારિરીક આકર્ષણ

સુપ્રીમ કોર્ટનો એક અવિશ્વસનીય ચૂકાદો આવ્યો છે, જે મુજબ કોર્ટે જણાવ્યું કે લીવઇન રિલેશન શિપમાં રહેતા લોકોની મરજીથી જો બે લોકો વચ્ચે સંબંધ...