રેલ્વેનો વિકાસએ દેશના વિકાસ સાથે સંકળાયેલો છે. દેશની આર્થિક પરિસ્થિતને વધારવા માટે રેલ્વેનો વિકાસ જરુરી છે. માનવી પોતાના સ્વાર્થ માટે હંમેશાથી કુદરતી સંપત્તિનો નાશ કરતો આવ્યો છે જેમાં જંગલો અને મેદાનોનો ભાગ સંકળાયેલો છે. "જંગલો અને મેદાનોનો નાશએ વિકાસ માટે પાયારુપ છે." આ બાબત વિચારતા કરે છે કે નહી. ટેકનોલોજીનો વિકાસ કરવાની સાથે તેના કારણે માનવ જીવનને ફાયદો થાય છે. પરંતુ તેનું નુકશાન થાય છે કે નહી તે જોવાની જવાબદારી પણ વિકાસ કર્તાઓની રહેલી છે.
સૌ.નેશનલ જિઓગ્રાફી
તો વાત કરીએ વિકાસની સાથે થતા નુકસાનની તો, તેમા માનવીની સાથે મુંગા પ્રાણીઓ પણ સંકળાયેલા છે. દેશ ભરમાં ટ્રેનનો વિકાસ થવાના કારણે હજારો પ્રાણીઓ ટ્રેન એક્સિડેન્ટમાં મૃત્યુ પામ્યા છે. જેમાં રાષ્ટ્રની ધરોહર ગણાતા એવા વાઘ, સિંહ અને હાથીનો સમાવેશ થાય છે. પોતાના રહેઠાણ ગુમાવવાને કારણે તેઓ શહેરી વિસ્તાર તરફ આવતા હોય છે અને એક્સિડેન્ટનો ભોગ બનતા હોય છે. આ વાત કરીને કોઇ વિકાસને રોકવાની વાત નથી કરવામાં આવી રહી પરંતુ શું આવી રીતે પ્રાણીઓના મોત થવાએ યોગ્ય છે.
તાજેતરમાં બનેલી ઘટના
તારીખ:17-12-2018 , અમરેલી
સાવરકુંડલા નજીક ગુડ્સ ટ્રેનની હડફેટે આવી જતા 1 સિંહણ અને 2 નર સિંહના થયા મોત થયા અને ફરી એક વાર રેલ્વેનો ટ્રેક સિંહ માટે મોતનું કારણ બની રહ્યા છે. સિંહની મસ્તી અને સિંહના પરાક્રમના વિડીયો અવાનવાર સામે આવતા હોય છે ત્યારે આવા હિંસક પ્રાણીને જોઇને પણ તેની પર પ્રેમ આવી જાય છે. જેવી પરિવાર ભાવના જેવો પ્રેમ જેવુ પરિવાર માનવીઓનું છે. તેવુ જ પ્રાણીઓનું પણ છે. તેમાં ગુજરાતની શાન ગણાતા ગીરના રાજાની વાત અનેરી છે. પરંતુ હવે આપણા સાવજના જીવ પણ મુશ્કેલીમાં મુકાયા છે. અને તેનું કારણ બન્યા છે રેલ્વે ટ્રેક. સાવરકુંડલા નજીક ગુડ્સ ટ્રેનની હડફેટે આવી જતા 1 સિંહણ અને 2 નર સિંહના મોત થયા છે.
સૌ.ટાઇમ્સ ઓફ ઇન્ડિયા
સૌ.Google
એક યોગ્ય ઉદહારણ
ઉત્તરાખંડના રાજાજી રાષ્ટ્રીય ઉદ્યાનમાં 18 કિલોમીટર લાંબો રેલવે ટ્રેક પસાર થાય છે. તે છતાં, છેલ્લા 10 વર્ષોમાં અથડામણને કારણે કોઈ પણ પ્રકારના પ્રાણીના અકસ્માતના સમાચાર સામે નથી આવ્યા.
કારણ કે, ....
રેલ્વે ટ્રેકની નજીક કોઇ પણ પ્રાણીની દેખરેખ રાખવા માટે સંયુક્ત પેટ્રોલિંગ ટીમ રાષ્ટ્રીય ઉદ્યાનમાં ગોઠવવામાં આવી હતી. ટ્રેન ડ્રાઈવરો માટે યોગ્ય ચેતવણી ચિહ્નો અને હોર્ડિંગ્સની સ્થાપના કરવામાં આવી હતી. અને ટ્રેન ડ્રાઇવરોના માટે આગળનો રસ્તો સુધરે તે માટે ટ્રેકની આસપાસની વનસ્પતિ સાફ કરવામાં આવી હતી.
સૌ.રાજાજી નેશનલ પાર્ક
NGO દ્વારા મળતી માહિતી મુજબ (Wildlife Protection Society of India) દ્વારા જણાવવામાં આવેલા આંકડા અનુસાર, આ વર્ષે અત્યાર સુધીમાં રેલવે ટ્રેક અને રસ્તા પર અકસ્માતમાં 74 જેટલા ચિત્તા, 30 હાથીઓ, 4 સિંહ અને 3 વાઘ મૃત્યુ પામ્યા છે. આ પ્રાણીઓ સિવાય પણ વાંદરા, કુતરા, હરણ, ગાય-ભેંસ વગેરેના પણ આવા એક્સિડેન્ટના કિસ્સા સામે આવતા જ હોય છે. એને જો આવા અકસ્માત વારંવાર બનતા હોય તો તેની પર નજર રાખી તે વિશે યોગ્ય દિશામાં વિચારવુ જોઇએ. અને આ સમસ્યાના નિવારણ માટે યોગ્ય પગલા લેવા જોઇએ.
રેલ્વે દ્વારા વન્યપ્રાણી જન્ય વિસ્તારોમાં ટ્રેનોની ગતિને નિયંત્રિત કરવા માટે નિયમો બનાવેલા છે. તે મુજબ તેઓ દિવસ દરમિયાન 50 કિ.મી.ની ઝડપે અને રાત્રે 30 કિ.મી.ની ઝડપે ટ્રેનની સ્પીડને કંટ્રોલ કરવાની રહે છે. પરંતુ ફક્ત ચાલુ વર્ષના મોતના આંકડા જોઇને ખ્યાલ આવે છે કે આ નિયમ ફક્ત ચોપડે લખવા પુરતો બનાવવામાં આવ્યો છે. આ બાબતે વધુ વિચારવામાં આવે તો, આ આંકડા ફક્ત ચાલુ વર્ષના છે,
તો પહેલા મૃત્યુ પામેલા અબોલ પ્રાણીઓનું શું ?
વન વિભાગે અને રેલ્વે વિભાગે આ માટે કોઇ પગલા લીધા કે નહી ?
જો પગલા લેવામાં આવ્યા તો, અમલ કેમ નહી થયો ?
વન વિભાગે અને રેલ્વે વિભાગે આ માટે કોઇ પગલા લીધા કે નહી ?
જો પગલા લેવામાં આવ્યા તો, અમલ કેમ નહી થયો ?
કારણ
વન્ય જીવના જંગલ નાશ પામવાને કારણે તેઓ, ખોરાક અને અન્ય શોધ માટે પોતાનો વિસ્તાર છોડી માનવીઓની નજીક આવી પહોંચે છે. રેલ્વેનો ઘણો વિસ્તાર એ જંગલોના નાશનું કારણ બન્યુ છે. જંગલો ઘટવાને કારણે પ્રાણીઓના રહેઠાણ વિસ્તારમાં પણ ઘટાડો થયો છે.
તારણ
- વન વિભાગ દ્વારા પ્રાણીઓ માટે લેવામાં આવેલા નિયમોનું પાલન કરવામાં આવે.
- રેલ્વે દ્વારા આ મુદ્દાને વિશેષતા આપી કડક નિયમો બનાવવા અને નિયમોનું પાલન કરવા ચુસ્ત પણે આદેશ કરવો.
- પ્રાણીઓ હયાત હોય તેવા વિસ્તારોમાં યોગ્ય ફેન્સિંગ હાથ ધરવુ.
- રેલ્વે નજીકના વિસ્તારો માટે પેટ્રોલિંગની ટીમ તૈયાર કરવી.
- ડ્રાઇવરોને દેખાય તે મુજબ ટ્રેકની આસપાસ રસ્તાની સફાઇ હાથ ધરવી.
- નિયમનો વિરોધ કરનાર સામે યોગ્ય કાર્યવાહી હાથ ધરવી જોઇએ.
- યોગ્ય સુચના બોર્ડો લગાવવા.
Uttarakhand: An elephant calf was injured after being hit by a truck last night in Lachhiwala forest range near Doiwala in Dehradun district. The calf is being given medical treatment. The truck driver and conductor have been apprehended by the forest dept. pic.twitter.com/5zBcLK02r4— ANI (@ANI) 7 April 2019



સરસ અને માહિતીપ્રદ લેખ...
ReplyDeleteTnk u darshan
Delete